New Update
ભરૂચના જંબુસરમાં યોજાયો કાર્યક્રમ
આતંકી હુમલાનો કરાયો વિરોધ
કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય
આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ
ભાજપના આગેવાનો પણ જોડાયા
જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભરૂચના જંબુસર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ હતી.આંતકવાદીના હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા ભરૂચના જંબુસરમાં સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સંગઠનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભાજપના મહિલા આગેવાન કૃપા દોશી, શહેર પ્રમુખ મનન પટેલ, નગરપાલિકા સભ્યોએ ટંકારી ભાગોળ નજીક એકત્ર થઈ બે મિનિટ મૌન પાડી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હીચકારું કૃત્ય કરનાર આતંકવાદીઓ અને તેને પાળનાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories