ભરૂચ: ઉંચી ઇમારતોમાં આગ સહિતના બનાવોમાં ઉપયોગી હાઈડ્રોલીક સિડીનું લોકાર્પણ કરાયુ, રૂ.7.10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને રૂ. 7.10 કરોડના ખર્ચે હાઈડ્રોલિક સીડીની ફાળવણી કરવામાં આવી છે જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ નગર સેવા સદન ખાતે યોજાયો કાર્યક્રમ

  • હાઈડ્રોલીક સીડીનું કરાયુ લોકાર્પણ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • રૂ.7.10 કરોડના ખર્ચે વિકસાવાય

  • ઉંચી ઇમારતોમાં આગના બનાવોમાં ઉપયોગી થશે

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને રૂ. 7.10 કરોડના ખર્ચે હાઈડ્રોલિક સીડીની ફાળવણી કરવામાં આવી છે જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઉંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ઉંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવકર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજય સરકાર તરફથી 7.10 કરોડના ખર્ચથી ટન ટેબલ લેડર ટીટીએલની ફાળવણી કરી છે. આ હાઈડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઉચાઈ સુધી પહોંચી શકશે. ઉચી ઈમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ ઉપયોગી સાબિત થશે.આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પાલિકા પ્રમુખ વીભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો હાજરીમાં  લોકાર્પણ કરવામાં આવ્યું હતું.દહેજ બાયપાસ, તવરા રોડ તથા ચાવજ વિસ્તારમાં ઉચી ઇમારતો સાથે નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહયાં છે ત્યારે ફાયર સુવિધાઓમાં પણ હવે વધારો કરવામાં આવી રહયો છે.
Latest Stories