New Update
ભરૂચના આમોદમાં બન્યો બનાવ
ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત બાળકી મળી આવી
પોલીસે બનેવીની કરી ધરપકડ
સગીર સાળીને બનેવીએ બનાવી ગર્ભવતી
બનેવી વિરુદ્ધ પોકસો અંતર્ગત ગુનો દાખલ
ભરૂચના આમોદનગરમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલામાં બનેવી એ જ સગીરવયની સાળીને ગર્ભવતી બનાવી પાપ છુપાવવા બાળકીને ત્યાં દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે
ભરૂચના આમોદનગરમાંથી તા.૪થી ઓગષ્ટના રોજ મળી આવેલી નવજાત બાળકીના બનાવમાં બનેવીએજ સગીર સાળીને કુંવારી માતા બનાવી તેની બાળકીને ત્યજી દીધી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી હતી. જયારે સગીરાને સારવાર માટે ભરૂચ હોસ્પિટલમાં ખસેડી હતી.આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સગીરાના બનેવીએજ સગીરા સાથે શારિરીક સબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. સગીરાએ બાળકીને જન્મ આપતા તે જન્મ છુપાવવા માટે બાળકીને ત્યજી દેવામા આવી હતી. પોલીસ તપાસમાં હકીકત પ્રકાશમાં આવી હતી. પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈને આરોપી વિરૂધ્ધ પોસ્કોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories