તાજેતરમાં જ જંબુસર તાલુકામાં વરસ્યો ભારે વરસાદ
ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય
ધારાસભ્ય ડી.કે.સ્વામીની પૂરગ્રસ્ત ગામોની મુલાકાત
ધારાસભ્યએ અનેક ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી
તંત્રને રાહત-બચાવ કામગીરી હાથ ધરવા સૂચન કર્યું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી, ત્યારે જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા સાંભળી હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરકોદરા, માલપુર, કાવા, છીદ્ર, જંત્રાલ, નોબાર, રામપુર, કડમાડ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. તેઓએ ગામલોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. ધારાસભ્યએ પાણી ભરાવાને કારણે થયેલા નુકશાનનું નિરીક્ષણ કર્યું હતું, અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન, તેઓએ વહીવટી તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તેઓએ લોકોને સલામત સ્થળે ખસેડવા અને જરૂરી ભોજન, પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મુક્યો હતો.