-
જંબુસર પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
-
મોબાઈલ અને બાઈક ગુમ તેમજ ચોરી થયા હતા
-
અરજદારોને પોલીસે મોબાઈલ અને બાઈક કર્યા પરત
-
અરજદારોએ પોલીસનો માન્યો આભાર
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ અને બાઈકને પોલીસે શોધી કાઢ્યા હતા.અને પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને બોલાવીને અર્પણ કર્યા હતા.
જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ,ચોરી થયેલ મોબાઈલ, બાઈકની જે તે અરજદારોએ સી.આર.પોર્ટલ પર અરજી કરી હતી.જે અનુસંધાને જંબુસર પોલીસે સી.આર.પોર્ટલની મદદથી ગુમ થયેલ,ચોરી થયેલ વાહન,મોબાઈલને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા, અને ડીવાયએસપી પી.એલ.ચૌધરી,પીઆઈ એ.વી.પાણમિયાની ઉપસ્થિતિમાં અરજદારોને મોબાઈલ 6,બાઈક અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પીઆઈ એ.વી.પાણમિયા,પીએસઆઇ અને કે.બી.રાઠવા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.આ તબક્કે અરજદારોએ જંબુસર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.