ભરૂચ: ખાણખનીજ વિભાગે ગત વર્ષે રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની વસુલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું

ભરૂચ જિલ્લામાં હાલ ખનિજની કુલ ૨૧૧ કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવકની વસુલાત કરી

New Update
WhatsApp Image 2025-04-04 at 6.31.49 PM

ભરૂચ જિલ્લામાં હાલ ખનિજની કુલ ૨૧૧ કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવકની વસુલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Advertisment
ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૩ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૮૫૦.૬૩ લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે.
        
ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારની મંજુરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ઘ્યાને આવતા તપાસ હાથ ધરી, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો-૨૦૧૭ ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની તપાસટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી, લીઝોનું ઇન્‍સ્પેક્શન, વગેરે કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ આવી રહી છે.
Advertisment
Latest Stories