/connect-gujarat/media/media_files/2025/01/13/S5s22rETxq45TBngqKTF.jpg)
ભરૂચ LCB પોલીસે વાલિયા-અંકલેશ્વર રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તાલુકામાં સોલાર પ્લાન્ટમાં ચોરીના બનાવ બનેલ હોય, જે ચોરીમાં અગાઉ પકડાયેલા પણસોલી ગામના મંદિર ફળિયામાં રહેતા અરુણ વીનું વસાવા અને માંગરોલના રહેવાસી નિલેશ ફતેસિંગ વસાવા સંડોવાયેલ છે. અને આ બન્ને મેરા ગામની ટર્નિંગ પાસે ઊભા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં બાતમીવાળા બન્ને ઈસમો મળી આવતા પોલીસે તેઓની પૂછપરછ કરતા બન્નેએ અન્ય 3 ઈસમો સાથે બાઈક પર જઈ વાલિયા અને અંકલેશ્વર તાલુકામાં 4 જેટલા સોલાર પ્લાન્ટમાં પ્રવેશ કરી સોલાર કેબલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, ત્યારે હાલ તો રૂ. 1.89 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.