ભરૂચ: ઝઘડિયામાં આપ અને કોંગ્રેસના આગેવાનોને કરાયા નજર કેદ, કેવડિયા શ્રદ્ધાંજલી સભામાં જતા હતા હાજરી આપવા

ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસના કાર્યકરો  નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજર કેદ કરવામાં આવ્યા હતા

New Update

ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસના કાર્યકરો  નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજર કેદ કરવામાં આવ્યા હતા

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે માર મારી બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી જે બાદ આદિવાસી સમાજ દ્વારા આજરોજ તારીખ  બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગુજરાતભરના આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો કેવડિયા ખાતે ભેગા થવાના હતા પરંતુ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી જેથી પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં ભેગા થવાના આદિવાસી આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે એ જ રીતે ઝઘડિયા તાલુકાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે, જ્યારે ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છોટુભાઈ વસાવા ને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે
Latest Stories