ભરૂચ: હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી તારીખ 25 મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજરોજ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

New Update
  • ભરૂચમાં વરસાદી માહોલ

  • લાંબા સમયના વિરામ બાદ વરસાદ

  • સવારથી જ ધીમીધારે વરસાદ

  • રસ્તાઓ થયા પાણી પાણી

  • વાતાવરણમાં ઠંડક

ભરૂચમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે સવારથી જ  વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી તારીખ 25 મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજરોજ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી જ ભરૂચ શહેરમાં કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચના સ્ટેશન રોડ,પાંચબત્તી, સેવાશ્રમ રોડ, કલેકટર કચેરી, લિંક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘાવી માહોલ જામ્યો છે જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે

Latest Stories