New Update
ભરૂચની આમોદ નગરપાલિકા સામે રોષ
ઉભરાતી ગટરનો પ્રશ્ન
વોર્ડ નંબર 1ના સ્થાનિકો પરેશાન
વારંવાર રજુઆત છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં
સમસ્યાના નિરાકરણની માંગ
ભરૂચની આમોદ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બાબતે તેઓ દ્વારા નગરપાલિકા તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો હતો
ભરૂચની આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ગટરનું પાણી રસ્તાઓ પર ઉભરાતું હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. હાલત એવી છે કે સ્થાનિકો ઘરમાં રહેવા મજબુર બન્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર લેખિત રજૂઆતો, મૌખિક વિનંતીઓ અને ઘણી વખત હલ્લાબોલ કરવા છતાં પણ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકાએ આજ સુધી કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવ્યું નથી. કરોડોની ગ્રાન્ટ આમોદ નગરપાલિકા સુધી પહોંચે છે છતાં પાયાની સુવિધાઓ પૂરાં પાડવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે સ્થાનિકોના પ્રશ્નોમી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories