ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું "હવે આદિવાસીઓને છંછેડશો નહીં", આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચમાં સંમેલનનું કરાયુ આયોજન

  • રાજપૂત છાત્રાલય ખાતે સંમેલન યોજાયું

  • આદિવાસી સંમેલનનું આયોજન

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • પોલીસ પર કર્યા આકરા પ્રહાર

Advertisment
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે, હવે આદિવાસીઓને છંછેડશો નહીં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દૂ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઇ નથી.
સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતાં જણાવ્યું કે, સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક્ક માટે કોઇ ચોક્કસ પગલાં નથી લેતાં.
Read the Next Article

ભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • મર્હુમ અહેમદ પટેલનું જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

  • અહેમદ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • અહેમદ પટેલના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા