ભરૂચ: કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાગરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ વચ્ચે બે કલાકમાં વાગરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

New Update
  • ભરૂચમાં મેઘરાજાની શાહી સવારી

  • ધોધમાર વરસાદ વરસ્યો

  • ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ વરસ્યો

  • વાગરામા 3 ઇંચ વરસાદ

  • ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ વચ્ચે બે કલાકમાં વાગરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
આસોના નવલા નોરતાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાદરવો ભરપૂર બનતા ખેલૈયા અને ગરબા આયોજકોના ઉમંગમાં વરસાદે ખલેલ પાડી છે. શુક્રવારે સવાર સુધી આકરા તાપ બાદ ભરૂચમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવી હતી. વીજળીના કડાકા, ભડાકા સાથે બપોર જાણે મોડી સાંજ બની ગઈ હોય તેઓ માહોલ ઘનઘોર કાળા ડિબાંગ વાદળોએ સર્જી દીધો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં જોત જોતામાં પાણી ભરાયા હતા.એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઇ હતી. તો ગરબા રસિકોમાં પણ વરસાદને લઈ કચવાટ જોવા મળ્યો હતો. બે કલાકમાં વાગરામાં ત્રણ ઇંચ, જ્યારે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ અને ઝઘડિયામાં એક ઇંચ, અંકલેશ્વર અને નેત્રંગમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જંબુસરમાં 8 મિમી, વાલિયામાં 7 મિમી, હાંસોટમાં 5 મિમી તો આમોદમાં માત્ર એક મિમી વરસાદ નોંધાયો હતો.
Latest Stories