ભરૂચમાં ચોમાસુ જામ્યું
સાર્વત્રિક વરસાદ નોંધાયો
હાંસોટમાં 3 ઇંચ વરસાદ
વાલિયામાં 2 ઇંચ વરસાદ
વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 3 ઇંચ અને વાલીયામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા તારીખ 24 જૂન સુધી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.