-
દહેજની GFLમાં સર્જાઈ હતી દુર્ઘટના
-
ઝેરી ગેસની અસરથી ચાર કામદારો મોતને ભેટ્યા હતા
-
સાંસદ અને ધારાસભ્યએ કંપનીની લીધી મુલાકાત
-
યોગ્ય તપાસ કરવા અંગે તંત્રને આપી સૂચના
-
મૃતકોના પરિવારને વધુ 10 લાખની સહાય ચૂકવાઇ
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની GFL કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચાર કામદારોના કરૂણ મોત નિપજ્યા હતા,ઘટના અંગેનો ચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીની મુલાકાત કરવામાં આવી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારને વધુ 10 લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,જ્યારે બે કામદારો સારવાર હેઠળ છે.ઘટના અંગેનો ચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીની મુલાકાત કરવામાં આવી હતી.
અને ઘટના કેવી રીતે સર્જાઈ સહિતની માહિતી મેળવવામાં આવી હતી.તેમજ તેઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેઠળ સહિતના વિભાગોને પણ યોગ્ય તપાસ કરવા માટે સૂચનાઓ આપી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારજનોને વધુ 10 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી.