New Update
-
ભરૂચમાં નર્મદા નદી પર આવ્યો છે નર્મદા મૈયા બ્રિજ
-
બ્રિજ પરથી આત્મહત્યા કરવાના બનાવમાં વધારો
-
અનેક લોકોએ નદીમાં પડતુ મૂકી જીવન ટૂંકાવ્યુ
-
બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની કરાય માંગ
-
સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી છે. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકર યોગી પટેલે આ બાબતે જણાવ્યું હતું કે નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઇ 2021 થી પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા અને અકસ્માતના બનાવો વધ્યા છે.
ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. તેઓ જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ કલેકટર અને માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવી જાળી લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી ન થતાં હજુ પણ આત્મહત્યાના બનાવો યથાવત છે ત્યારે વહેલી તકે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી છે.
Latest Stories