New Update
/connect-gujarat/media/media_files/2025/03/21/VHUTWIHf4cCGdGRwm0Ga.jpg)
ભરૂચની નેત્રંગ પોલીસે તાલુકાના ભોટ નગર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂ મળી કુલ 1.21 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
ભરૂચનાનેત્રંગ પોલીસ મથકના પી.આઈ. આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.કે તાલુકાના ભોટ નગર ગામની નવી નગરીમાં રહેતો જયંતિ ઈશ્વર વસાવાએ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 696 નંગ બોટલ મળી કુલ 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બુટલેગર જયંતી વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.