ભરૂચ : રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા...

જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા બાદ જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે,

New Update

જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથીપરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા બાદ જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા હતા.

આજરોજ શ્રાવણી પુર્ણિમા રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં શ્રાવણી પુર્ણિમા નિમિત્તે ભૂદેવોએ નવા યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ભરૂચમાં પાંજરાપોળ ખાતે 40 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી. બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છેઅને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધન અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે.

 

#CGNews #Janoi #Rakshabandhan #Festival #Bharuch #Bhramin Janoi #celebration
Here are a few more articles:
Read the Next Article