ભરૂચ : રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ…

પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી

Bharuch City Bus
New Update

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે અનોખુ આયોજન

નગરપાલિકા દ્વારા મહિલાઓને આપવામાં આવી ભેટ

સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી

રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમ્યાન મફત મુસાફરીની ભેટ

મોટી સંખ્યામાં મહિલાઓ-યુવતીઓ લાભ લે તેવી અપીલ

આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા મહિલાઓને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે. ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતાં લોકોને અવર-જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે..

ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમ્યાન ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. બહેનોને ભાઈના ઘર સુધી પહોચવાનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ આ અભિગમ અપનાવ્યો છે.

તેવામાં પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

#Rakhi Festival #Happy RakshaBandhan #Gujarat Celebrat Rakhi Festival #Rakshabandhan #Bharuch City Bus #bharuch nagarpalika #Connect Gujarat #રક્ષાબંધનપર્વ #રક્ષાબંધન
Here are a few more articles:
Read the Next Article