ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે વિશ્વાસઘાતના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાનના જોધપુર ખાતે તપાસમા ગયા હતા.તે દરમ્યાન મળેલી

New Update
IMG-20250603-WA0003

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાનના જોધપુર ખાતે તપાસમા ગયા હતા.

તે દરમ્યાન મળેલી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપી રામસ્વરૂપ મોહનરામ સુથાર રહે.રૂડકલી તા.જી.જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડી તેને દહેજ મરીન પોલીસમેં હવાલે કરવામાં આવ્યો હતો.આરોપી વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.