ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 9 મી.મી.,વાગરા 17 મી.મી.,ભરૂચ 0 મી.મી.,ઝઘડિયા 10 મી.મી. અંકલેશ્વર 2 મી.મી.,હાંસોટ 0 મી.મી.,વાલિયા 4 મી.મી.,નેત્રંગમાં 11 મી.મી. આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.