ભરૂચ-દહેજ રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધનું તંત્રનું જાહેરનામું, 15 દિવસ સુધી અમલીકરણ

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

New Update
images (3)

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

28મી જૂનથી 13મી જૂલાઇ એટલે કે 15 દિવસ સુધી જાહેરનામુ અમલમાં રહેશે. આ દિવસો દરમિયાન સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોએ ડાયવર્ઝન રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામામાંથી એસ.ટી.બસ, કંપની પેસેન્જર બસ. સ્કુલ બસ, દુધનાં વાહનો, શાકભાજીનાં વાહનો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જતા—આવતા વાહનો તથા જી.જે.16નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ જી.આઈ.ડી.સી. તથા ભોલાવ જી.આઈ.ડી.સી થી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો ગુડ્ઝ કેરેજ વાહનો સિવાયનાં વાહનો નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી સવારના 5 કલાકથી રાત્રિનાં 9 કલાક સુધી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દહેજથી વડોદરા તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ ટાઉન, આમોદ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ, સરભાણ ચોકડી નકકી કરાયો છે. જયારે દહેજથી સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ, રહીયાદ, પખાજણ, વાગરા, વિલાયત, દેરોલ, દયાદરા, નબીપુર રાખવામાં આવ્યો છે. વિલાયતથી વડોદરા અને સુરત તરફ જવા-આવવા માટે વિલાયત ચોકડી, દેરોલ, દયાદરા, નબીપુરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.