ભરૂચ: સરનાર ગામના આદિવાસી સમાજના લોકોએ પાકા મકાનની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે   સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update

ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે   સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમા જણાવ્યા અનુસાર 
સરનાર ગામે આદિવાસીઓ સંયુક્ત કુટુંબમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહે છે આથી તેઓને અગવડતા પડે છે.આથી સરકારમાંથી આદિવાસીઓના પુનરૂત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સદર પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી અમોને અમારા પરિવાર સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવી અને તેના પર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે
Latest Stories