ભરૂચ : વાગરા-કોઠીયા ગામની સીમમાંથી કતલના ઈરાદે લઈ જવાતા ગૌ-વંશને પોલીસે બચાવ્યું, રૂ. 7 લાખનો મુદ્દામાલ જપ્ત...

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

New Update
a
Advertisment

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં ટેમ્પો સહિત રૂ. 7.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ અન્ય 2 ફરાર આરોપીઓની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને આધારે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ફૂલતરીયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કેએક ટાટા ઇન્ટ્રા ટેમ્પો નં. GJ-16-AW-9655 જેમાં કતલ કરવાના ઇરાદે પશુ ભરેલ છે. જે ટેમ્પો કોઠીયાથી ભેરસમ જવાના માર્ગ પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

જેના આધારે વાગરા પોલીસ મથકના પી.આઇ.એ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પર નાળા પાસે વોચમાં ગોઠવી દીધા હતા. બાતમી મુજબનો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી સાઈડમાં પાર્ક કરાવી તપાસ કરતા ટેમ્પોમાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોરડા વડે અતિક્રૂરતા પૂર્વક બાંધેલ જણાઈ આવી હતી. તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસચારો કેપીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુમાં પશુ હેરાફેરી કરવા અંગેનું કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમીટ પણ મળી આવ્યું ન હતું. જેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા બદલ પોલીસે રૂ. 25 હજારની કિંમતની એક ગાયટાટા ઇન્ટ્રા ટેમ્પો જેની કીમત રૂ. 7 લાખએક મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 5 હજાર તથા રોકડ 1930 મળી કુલ 7,31,930 રૂપિયાના મુદ્દામાલ સાથે જંબુસરના રોશન પાર્કમાં રહેતા મઆઝ મોહંમદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી. આ સાથે જ ગેરકાયદે પશુ હેરાફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરાંત ગુનામાં સંડોવાયેલ મુસ્તાક કુરેશી સહિત સદથલા ગામેથી ગાય ભરી આપનારને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories