ભરૂચ: પોલીસે 100થી વધુ શંકાસ્પદ લોકોનું સરઘસ કાઢ્યું, 29 બાંગ્લાદેશી ઝડપાયા

ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 1000થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ હતી.

New Update

ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી

29 બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા

પોલીસે 1 હજાર લોકોની કરી પૂછતાછ

પોલીસની 50 ટીમ કામે લાગી

ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ ડિપોર્ટ કરાશે

ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 1000થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ હતી.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ છે ત્યારે ગુજરાતમાં પણ પોલીસ સતર્ક બની છે. ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ પોલીસની 50થી વધુ ટીમો દ્વારા બે દિવસમાં 1,000 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જે પૈકી 29 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા જેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ભરોસે બી ડિવિઝન પોલીસ મદદથી 100 થી વધુ શંકાસ્પદ લોકોનું સરઘસ કાઢયું હતું અને તેઓને ભરૂચ એસ.પી.ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.
આ અંગે ભરૂચના વિભાગીય પોલીસવડા સી કે પટેલે જણાવ્યું હતું કે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી તેઓને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.