New Update
-
ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશોનો વિરોધ
-
નગરપાલિકાની ડમ્પિંગ સાઈટનો વિરોધ કરાયો
-
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
બે દિવસ પહેલા સ્થાનિકોએ સ્થળ પરથી અધિકારીઓને ભગાવ્યા હતા
-
માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે.થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઈડ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા બે દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો.આ અંગે સ્થાનિકો દ્વારા આજરોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ ન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આજુબાજુની 20થી 25 સોસાયટીના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે નગર પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. જો નગરપાલિકા આ કામગીરી બંધ નહિ કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામા આવી છે
Latest Stories