New Update
ભરૂચ રેલવે પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ
તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન
ચોરી થયેલ સામાન મૂળ માલિકોને પરત કરાયો
રૂ.8.59 લાખનો સામાન પરત કરવામાં આવ્યો
કુલ 17 મોબાઈલ પરત કરાયા
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો
ચોરી,લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. રેલવે પોલીસ દ્વારા 3.9 લાખની કિંમતના 17 મોબાઇલ તેમજ રૂપિયા 5.50 લાખની
કિંમતના ઘરેણા અને અન્ય સમાન મળી કુલ રૂપિયા 8.59 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ.ગોરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દ્વારા મેળવી અપાયેલ સામાન બદલ મુસાફરોએ આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories