ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવાસદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી
ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલ માર્ગો અતિ બિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.આગેવાનો અને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલથી મહમદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.