ભરૂચ: બિસ્માર માર્ગોના પ્રશ્ને રીક્ષા એસો.નું ધરણા પ્રદર્શન, તંત્રની મંજૂરી ન હોવાથી પ્રદર્શનકારીઓની અટકાયત

ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોના પ્રશ્ને રીક્ષા એસો. દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું હતું.

New Update
Advertisment
  • ભરૂચમાં બિસ્માર માર્ગના પ્રશ્ને વિરોધ

  • રીક્ષા એસો.દ્વારા ધરણા પ્રદર્શન

  • કોંગ્રેસે પણ જાહેર કર્યો ટેકો

  • મંજૂરી ન મળતા પોલીસ પ્રદર્શન સ્થળે પહોંચી

  • પ્રદર્શનકારીઓની પોલીસે કરી અટકાયત

Advertisment
ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોના પ્રશ્ને રીક્ષા એસો. દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું હતું.
ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મહંમદપુરાથી જંબુસર બાયપાસ અને મહમદપુરાથી વેજલપુર સુધીના બિસ્માર માર્ગના પગલે આ ધરણા પ્રદર્શનનું એલાન આપવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે ઘરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી ન આપતા ધારણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનને અટકાવ્યું હતું.આ ધારણા પ્રદર્શનમાં રીક્ષા એસોસિયેશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ સહિતના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા. રીક્ષા એસો.ના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા સેમસાદ સૈયદ ન જોડાતા તેમની સામે ભાજપ સાથે મિલીભગતના આક્ષેપ કર્યા હતા.
રીક્ષા એસો.ના પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજુઆત કરવામાં આવી જ પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છે
Advertisment
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, તો કેટલીક જગ્યાએ માર્ગનું સમારકામ પણ ચાલુ છે ત્યારે આ પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી એવું દેખાઈ રહ્યું છે
Latest Stories