New Update
/connect-gujarat/media/media_files/2025/08/23/aaagg-carsss-2025-08-23-10-56-06.png)
ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કારમાં સવાર દંપતિ સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.અચાનક કારના એન્જિનમાંથી ધુમાડા નીકળતા જોઈને કાર ચાલકે સમયસૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી. જોકે, થોડીક જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આમોદ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હોવાને કારણે જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. જંબુસરથી આવેલી ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.તેમણે કારમાં સવાર લોકોના ખબર-અંતર પૂછયા હતા.
Latest Stories