New Update
ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલું છે APMC
APMC માર્કેટમાં ગંદકીના દ્રશ્યો
ચોમાસામાં તો ગંદકીએ માઝા મૂકી
રોગચાળો ફાટી નિકળવાની દહેશત
સાફ સફાઈની માંગ કરાય
ભરૂચ શહેરમાં જે જગ્યાએથી તાજુ શાકભાજી અને ફળોનો જથ્થો જાય છે એવા APMC માર્કેટમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે
ભરૂચના મહંમદપુરા રોડ પર આવેલ APMC શાકભાજી માર્કેટમાં ગંદકીના કારણે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. શાકમાર્કેટમાં દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો ઉદભવે છે પણ તેનો યોગ્ય નિકાલ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.આ માર્કેટમાં અંદાજે 400થી વધુ વેપારીઓ હોળસેલ વેપાર કરે છે.માર્કેટની પાછળ ખુલ્લી જગ્યા પર કચરો એકઠો થતો હોવાને કારણે ભારે વરસાદમાં ગંદકીના કારણે દુર્ગંધ વધી રહી છે.રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કામગીરી શૂન્ય છે. જો તાત્કાલિક સફાઈની વ્યવસ્થા ન થાય તો ખેડૂત સંઘ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને APMC સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરશે તેવી ચિમકી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ એપીએમસી નજીક ૧૦થી વધુ સોસાયટીઓ આવેલી છે તેને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કરોડોની આવક ધરાવતી એપીએમસી સ્વચ્છતામાં નિષ્ફળ નિવડી છે. શહેરભરમાં એપીએમસીમાંથી તાજુ શાકભાજી અને ફળોનું વેચાણ થાય છે પરંતુ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે
Latest Stories