/connect-gujarat/media/media_files/2025/04/09/Ko1SRUhsbyDb2YfwXetb.jpg)
ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ ભરૂચના કોલેજ રોડ પર આવેલ ગટરોમાંથી માનવ અંગો મળી આવ્યા હતા.
ત્યારબાદ દહેજમાંથી પણ માનવ અંગો મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દહેજમાં આવેલ મીઠાના અગરમાંથી બિનવારસી હાલતમાં બે હાથ મળી આવ્યા છે.
અગરમાં પાણીના નિકાલ માટે બનાવાયેલ કેનાલમાંથી બે માનવ હાથ મળી આવ્યા છે. આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને બન્ને હાથનો કબજો મેળવી તેને ફોરેન્સિક તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ હાથ કોના છે અને કયા સંજોગોમાં અહીં સુધી આવ્યા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.