ભરૂચ: શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ લોકો ડૂબવાના મામલામાં SITનો રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

New Update
  • ભરૂચના શુકલતીર્થ ખાતે બન્યો હતો બનાવ

  • નર્મદા નદીમાં ડૂબી જતા 3 લોકોના નિપજ્યા હતા મોત

  • રેતી ખનન માટે ખોદવામાં આવેલ ખાડામાં 3 લોકો ડૂબી ગયા

  • સીટ દ્વારા બનાવ અંગે તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ

  • પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સમસ્ત ખારવા હંસોટી માછી-સમાજ ભરૂચ દ્વારા શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ખારવા હંસોટી માછી-સમાજ ભરૂચ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના શુકલતીર્થ ગામે નર્મદા નદીના પટમાં ગત તારીખ- ૧૫/૧૧/૨૦૨૪ના રોજ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિથી રેતી કાઢેલા ઊંડા ખાડામાં પડી જતા ત્રણ લોકો ડૂબી ગયા હતા.
આ બનાવ સંબંધી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ કરનાર જવાબદારો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કરવા સાથે  મૃતકના પરિવારને યોગ્ય વળતરની ચુકવણી કરવામાં આવી નથી તેમજ પોલીસ તંત્ર દ્વારા BNS મુજબની કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી નહીં હોવાના આક્ષેપ સાથે  પરિવારના સભ્યોએ અને સામાજીક કાર્યકર્તાઓએ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ છે.જેને લઈ આયોગ તરફથી ૪-સભ્યોની SITની રચના કરીને તપાસનો અહેવાલ રજૂ કરવા માટે ભરૂચ કલેક્ટરને ગત તારીખ-૧૨/૦૫/૨૦૨૫ના રોજ હુકમ કર્યો હતો.
પરંતુ SIT તરફથી ભરૂચ ક્લેક્ટર સમક્ષ ક્ષતિવાળો અને પુરી તપાસ કર્યા વિનો અધુરો રીપોર્ટ રજૂ કર્યો હોય તે અધુરો અને ક્ષતિવાળો ખોટો રીપોર્ટ કલેક્ટર ભરૂચ તરફથી આયોગમાં રજૂ કર્યો હોવાથી મૃત્યુ પામેલ ૩-વ્યક્તિઓના પરિવારોને મોટો અન્યાય થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.SIT તરફથી નવેસરથી પુરી તપાસ કરવામાં આવે અને નવેસરથી રીપોર્ટ તૈયાર કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી ચોરી થયેલ બાઈક સાથે રીઢા બાઈકચોરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર

New Update
css
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ ચોકડી આસપાસ ફરે છે જેના આધારે પોલીસે વોચ ગોઠવતા આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરતા તેણે આ બાઈક ભડકોદરા નવી વસાહતમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.