New Update
/connect-gujarat/media/media_files/2025/05/31/iUYbnt4XLzpIv6MoKnWL.jpg)
ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
કંકાલ જંબુસર નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના ભાગમાંથી મળી આવ્યો હતો. નરેન્દ્ર રામસિંહ રાજ છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા હતા.
પરિવારજનો અને ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ મળી નહતી.જે બાદ ગતરોજ ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના વિસ્તારમાંથી દુર્ગંધ આવતી હોવાના સંકેત મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી જંબુસર પોલીસને ત્યાં કંકાલ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કંકાલને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસે મોતનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Latest Stories