ભરૂચ: SOGએ  આમોદ ચાર રસ્તા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા સાથે એક ઇસમની કરી ધરપકડ

આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક આમોદ ચાર રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત  ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.

author-image
By Connect Gujarat Desk
New Update
stirngsss

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકાનો જથ્થો ઝડપાયા

ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.કે આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક આમોદ ચાર રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત  ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી ચાઈનીઝ દોરી નંગ 34 મળી કુલ 20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મુકેશ દેવીપૂજકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories