/connect-gujarat/media/media_files/2025/10/15/gnjt-2025-10-15-19-09-03.png)
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે.
ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે વાગરા તાલુકાના ગલેન્ડા ગામે દરોડો પાડી 1.090 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, સાથે જ ચાર ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ભરૂચ એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે ટીમે વાગરા તાલુકાના ગલેન્ડા ગામે નુરાની મસ્જીદ સામે આવેલી વસાહતમાં દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન રતનપુરી ચંદનપુરી ગૌસ્વામી અને યુનુસ ચંદ્રસંગ અનારસંગ ખાન રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા ઝડપાયા હતા. તેમની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓએ ભરૂચના અલ્તાફ હુસૈન ગુલામ રસુલ શેખ પાસેથી બાદશાહ ઉર્ફે મહંમદ સૈયદ ગુલામ હુસૈન બાદશાહ મારફતે ગાંજો મંગાવ્યો હતો. પોલીસે બાદમાં આ બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસે ગાંજાનો જથ્થો 1.090 કિ.ગ્રા.કિંમત રૂપિયા 10,900,બે મોબાઇલ ફોન કિં.રૂ.10,500 અને ગાંજો ભરવાની થેલીઓ સહિત કુલ રૂપિયા 21,400ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.