New Update
/connect-gujarat/media/media_files/2025/02/15/OzbogyhbPKbNpaCIajW2.jpg)
તાલુકા પોલીસે કંથારીયા ગામમાં ચાલતું કતલખાનું ઝડપી પાડ્યું
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા અને ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.ડી.ઝણકાટની ટીમને બાતમી મળી હતી કે કંથારીયા ગામના વાડી ફળિયામાં ગરમીયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક રેઇડ કરતાં બાવળના ઝાડ નીચે ત્રણ શખ્સો એક ગાયની કતલ કરી રહ્યા હતા. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર ત્રણ પૈકી બે આરોપી ફારૂક મુસા વાડીવાલા અને સીરાજ અકબર દિવાનને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે શેરપુરાનો સલીમ દિવાન ફરાર થઈ ગયો છે.
પોલીસે ઘટનાસ્થળેથી એક મોટો છરો, ત્રણ નાના ચપ્પા, છરીની ધાર કાઢવાનું મશીન અને ચાર પ્લાસ્ટિકના ટબ કબજે કર્યા છે. આ ઉપરાંત ત્રણ ગાય (કુલ કિંમત ₹35,000) અને એક મારુતિ વાન (નંબર GJ-23-AN-6902, કિંમત ₹1.50 લાખ) સહિત કુલ ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપી સલીમ દિવાનને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
Latest Stories