ભરૂચ: આમોદના કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક,આદિવાસી ખેડૂતના પાકનો નાશ કરતા પોલીસ ફરિયાદ

ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે.

New Update
pak nuksa
  • આમોદના કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક

  • ખેડૂતના પાકનો નાશ કરતા પોલીસ ફરિયાદ

ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે. પીડિત મંગળ વસાવા અને કૈલાશ વસાવાએ  આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક બુટલેગર રાવજીભલ સોમાભાઈએ  માણસો બોલાવી પાકનો નાશ કરાવ્યો છે.આ બનાવ અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ દ્વારા  તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories