ભરૂચ: પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને નડ્યો અકસ્માત,કારમાંથી મળ્યો લાખોનો વિદેશી દારૂ

ભરૂચની સાયખા જીઆઇડીસી નજીક વિદેશી દારૂ ભરેલ કાર પલટી જતા અંદરથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને અકસ્માત નડ્યો હતો

New Update

ભરૂચની વાગરા પોલીસની કાર્યવાહી

બુટલેગરની કારનો કર્યો પીછો 

કારને અકસ્માત નડતા પલટી ગઈ

અંદરથી મળ્યો રૂ.1.29 લાખનો દારૂ

બુટલેગરની પોલીસે કરી ધરપકડ

ભરૂચની સાયખા જીઆઇડીસી નજીક વિદેશી દારૂ ભરેલ કાર પલટી જતા અંદરથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને અકસ્માત નડ્યો હતો
ભરૂચની વાગરા પોલીસની ટીમ સાયખા GIDCમાં રાત્રીના પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી કાર આવતા તેના ચાલકને ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું તેમ છતા કાર ચાલકે કાર ઉભી નહિ રાખી પુરઝડપે ભેરસમ ગામ તરફ ભગાવી ગયો હતો જેથી પોલીસને શંકા જતાં ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો.આ સમયે ભેરસમ ગામની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલ્ટી મારી જતા રોડની બાજુના ખેતરમા ઉંધી પડી ગઈ હતી. કાર પલ્ટી જતા અંદર ભરેલ વિદેશી દારૂના જથ્થાની માર્ગ પર રેલમછેલ થઈ હતી.પોલીસે કારમાં સવાર આમોદના આછોદ ગામના બુટલેગર મહંમદ સુહેલ ઉર્ફે છોટુ હારુન પટેલની અટકાયત કરી હતી અને રૂ.1.29 લાખના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ.12.4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

રાજ્યકક્ષાની શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા !

અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના

New Update

અમદાવાદ ખાતે યોજાય હતી ચેમ્પિયનશીપ

રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપનું આયોજન

ભરૂચના ખેલાડીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

14 મેડલ હાંસલ કરી ગૌરવ વધાર્યું

અગાઉ પણ 27 મેડલ કર્યા હતા હાંસલ

અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા છે
અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાયફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરૂણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે.મહત્વનું છે કે આ પૂર્વે ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 27 મેડલ હાંસલ કર્યા હતા.