ભરૂચ: કુકરવાડાના ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિને ખંડિત કરાય, લોકોમાં રોષ

ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

New Update
  • ભરૂચના કૂકરવાડા વિસ્તારનો બનાવ

  • ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિ ખંડિત કરાય

  • અસામાજિક તત્વોનું કૃત્ય

  • લોકોના ટોળા થયા એકઠા

  • જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલ નગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલ નગર વિસ્તારના આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્શોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે, જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્શો સામે તપાસ શરૂ કરી છે.
Latest Stories