New Update
ભરૂચના વાલિયામાં માર્ગોની બિસ્માર હાલત
મેરા જોલી ગામને જોડતો માર્ગ ખખડધજ
ગ્રામજનોને ભારે હાલાકી
વરસાદના સમયે ઘૂંટણસમા પાણી ભરાય છે
માર્ગના સમારકામની માંગ
ભરૂચના વાલિયા તાલુકાના મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણ સમાં પાણી પસાર થવાનો વારો આવે છે
વિકાસની વાતો વાતો વચ્ચે આજે પણ કેટલાક ગામડાઓમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભરૂચના વાલિયા તાલુકાના જોલી ગામના ગ્રામજનો પોતાના વાહનો લઈ જીવના જોખમે બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા મજબુર બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે થોડા દિવસો પહેલા મેરા-જોલી ગામને જોડતા માર્ગ ઉપર ઘૂંટણ અને કમર સમાં પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યાં હતા.જે પાણીમાંથી ગ્રામજનો જીવના જોખમે પસાર થયા હોવાનો યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાએ આક્ષેપ કર્યા હતા અને વાલિયા તાલુકાના છેવાડાના જોલી ગામમાં માર્ગ સહિતની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ગ્રામજનોએ સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ અને તંત્ર યોગ્ય પગલાં ભરી વહેલી તકે સગવડ પુરી પાડે તેવી માંગ કરવામાં આવી છે.