ભરૂચ : સીટી સેન્ટર ખાતેથી વૃદ્ધાના પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી મહિલાની ધરપકડ

ભરૂચ સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતેથી વૃદ્ધાના પર્સ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુન્હામાં શહેર A ડિવિઝન પોલીસે ઘરેણાં સહિત કુલ રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની અટકાયત કરી છે.

New Update
  • સીટી સેન્ટરમાંથી વૃદ્ધાના પર્સની ચોરીનો મામલો

  • પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો

  • પોલીસને મળી સફળતા 

  • વ્યારા ખાતેથી મહિલા આરોપીની કરી ધરપકડ

  • પોલીસે રૂ.3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો રિકવર

ભરૂચ સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતેથી વૃદ્ધાના પર્સ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુન્હામાં શહેર ડિવિઝન પોલીસે ઘરેણાં સહિત કુલ રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની અટકાયત કરી છે.

ભરૂચ શહેરના સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતેથી વયોવૃદ્ધ મહિલાના પર્સની ચોરી થઇ હતી.આ ઘટનામાં ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા સીટી સેન્ટર ખાતેના CCTV ફૂટેજ તથા મહત્વકાંક્ષી "VISHWAS પ્રોજેક્ટ" અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ CCTV કેમેરા તથા હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે PSI  ટી.આર.મોદીની ટીમને આ ચોરીને અંજામ આપનાર શકમંદ મહિલાનું નામ-સરનામુ તથા મોબાઇલ નંબરની માહિતી મળી હતી.

પોલીસે જેના આધારે  મોબાઇલ નંબરની CDR/SDR માહિતી મેળવી લઈ મોબાઇલ નંબરના ધારક વ્યારા ખાતે રહેતા શકીલ નઝીર શાહને CCTV ફૂટેજ બતાવી પુછપરછ કરતા તેઓએ CCTV ફુટેજમાં નજરે પડતી મહિલા પોતાની પત્ની મોન્તી શકીલ નઝીર શાહ હોવાનું જણાવ્યું હતું.અને મહિલા પોલીસ દ્વારા મોન્તીની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ પોલીસની પૂછપરછમાં મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી.અને પોલીસે ચોરી કરેલા ઘરેણાં સહિત રોકડ રૂપિયા 15 હજારથી વધુ મળી કુલ રૂપિયા 3 લાખ 35 હજાર 500ના મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Latest Stories