ભરૂચ: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ, આદિવાસી સંવિધાન સેનાએ માંગ કરી

ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ અચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
Advertisment
  • ભરૂચમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • નરાધમને ફાંસીની સજાની માંગ કરાય

  • દાખલારૂપ કાર્યવાહી કરવા રજુઆત

Advertisment
ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ અચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચાના સરલાબેન વસાવા સહિતના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દસ વર્ષની માસુમ દિકરી પર દુષ્કર્મ કરી સગીરાના ગુપ્ત ભાગે લોખંડનો સળીયો નાખી હેવાનિયત ભર્યું અતિ નિંદનીય કૃત્ય આચરનાર નરાધમને ફાંસીની સજા આપી બાળકીની યોગ્ય ઉચ્ચ સારવાર આપવા સાથે આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં અવારનવાર આવા કૃત્ય થઈ રહ્યા છે ત્યારે આવા નરાધમો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.
Latest Stories