ભરૂચ: નેત્રંગ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની  ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. 

New Update
Advertisment
  • જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ

  • જનજાતીય ગૌરવ દિવસની નેત્રંગમાં ઉજવણી કરાય

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

  • ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની  ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. 
ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.આ પ્રસંગે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગ ખાતેથી રાજ્યપાલના હસ્તે શુભારંભ કરાયો હતો.તેમજ આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભોર્થીઓને રાજ્યપાલના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી.તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પીએમ જનમનના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી,ભરૂચના સાંસદ મનસુખ વસાવા,જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories