ભરૂચ: નબીપુર નજીક ટાયર ફાટયા બાદ ટ્રકમાં આગ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં  ધૂમાડા જોવા મળ્યા હતા.

New Update
0
Advertisment
Advertisment

ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં  ધૂમાડા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પરથી એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો.આ સમયે તેનું ટાયર અચાનક ફાટતા ટ્રક ચાલકે ટ્રકને સાઈડમાં પાર્ક કરી હતી.પરતું જોત જોતામાં ફાટેલા ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.ટ્રક ચાલકે આગને ઓલવવાનો પ્રયાસ કર્યો પણ ટાયરના કારણે આગ જલ્દી પ્રસરી ગઈ હતી.જેના કારણે આગના ધૂમાડા જોવા જોવા મળ્યા હતા.આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ મીની ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Latest Stories