New Update
ભરૂચના વાલિયાના ઘોડા ગામનો બનાવ
ગામ લોકોમાં રોષ જોવા મળ્યો
સૂચિત સોલાર પ્લાન્ટનો વિરોધ
ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી
ઠરાવ કરી પ્લાન્ટનો વિરોધ કરાયો
ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે ખાનગી કંપનીના સૂચિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામસભા મળી હતી.સૂચિત સોલાર પાલન્ટનો ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષા સંજય વસાવાની અધ્યક્ષતામાં સોલાર પ્લાન્ટ મુદ્દે ગ્રામ સભા મળી હતી.જેમાં અગાઉ સભામાં થયેલ વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલાર પ્લાન્ટ રદ્દ કરવા ઠરાવ કર્યો હતો.ઘોડા-જોલી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં ખાનગી કંપનીનો સોલાર પ્લાન્ટ નિર્મામ પામવા જઈ રહ્યો છે.જેમાં 140 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ આવે છે.જેની સામે 281 એકર જમીન પાણી વિના થઈ જાય એવી ગ્રામજનોમાં દહેશત છે. ગ્રામ સભા અંગે ટી.ડી.ઓ.મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરવામાં આવી હતી તેમ છતાં અધિકારીઓ નહીં ફરતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને ઠરાવ કરી ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટનો વિરોધ નોંધાવ્યો હતો
Latest Stories