ભરૂચ: વાલિયા પોલીસે વાગલખોડ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલગેરની કરી ધરપકડ

ભરૂચની વાલિયા પોલીસે વાગલખોડ સ્ટેશન ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચના વાલિયા પોલીસ મથકનો સ્ટાફ

New Update
IMG-20250428-WA0005

ભરૂચની વાલિયા પોલીસે વાગલખોડ સ્ટેશન ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચના વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે  વાગલખોડ સ્ટેશન ફળીયામાં રહેતો પ્રદીપ રતિલાલ વસાવા વિદેશી દારૂ મંગાવી પોતાના ઘરે અને તેના મળતીય જોન્શન વિલસન વસાવાના ઘરે સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હત પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 632 બોટલ મળી આવી હતી.પોલીસે 63 હજારનો દારૂ સાથે બુટલેગર પ્રદીપ રતિલાલ વસાવા અને જોન્શન વિલસન વસાવાને ઝડપી પાડ્યો હતો.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.