ભરૂચ: 108 ઇમરજન્સી સેવાની મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી વિશ્વ મહિલા દિવસની કરી ઉજવણી

આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી  કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી

New Update
  • આજે તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ

  • ભરૂચમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

  • 108 એમબ્યુલન્સ સેવાની મહિલાઓએ હલવાશની પળો વિતાવી

  • નર્મદા પાર્ક ખાતે વિવિધ રમતોનું કરવામાં આવ્યું આયોજન

  • કેક કટિંગ દ્વારા વિશ્વ મહિલા દિવસની કરાય ઉજવણી

Advertisment
આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી  કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી

આજરોજ તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા, 181 અભયમ સેવા સહિતની ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતી મહિલાઓને નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવવાનો અવસર મળે એ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં કેક કટીંગ કરવામાં આવ્યું હતું અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ મહિલાઓને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી. ઇમરજન્સી સેવામાં રોજીંદી દોડધામના બદલે હળવાશની પળો મહિલાઓ વિતાવી શકે તે માટે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ જોડાયા હતા અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી.

Advertisment
Latest Stories