-
નર્મદા મૈયા બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ
-
સુરતના યુવકે માર્યો મોતનો ભુસકો
-
માછીમારોએ બચાવ્યો જીવ
-
નાવડીના માધ્યમથી ડૂબતા યુવકને બચાવ્યો
-
પોલીસે શરૂ કરી વધુ તપાસ
ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.
ભરૂચ નર્મદા બ્રિજ પરથી સુરતના એક યુવાને મોતનો ભૂસકો માર્યો હતો,જોકે આ સમય દરમિયાન સ્થાનિક માછીમારોએ સર્તકતા દાખવીને બોટની મદદથી યુવકને બચાવી લીધો હતો.અને સલામત રીતે નદી કિનારે લાવીને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શકતો ન હતો, પરંતુ તેના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી.પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણોની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.