ભરૂચ: આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી નજીક,145 લોકોનું સ્થળાંતર

ભરૂચના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

New Update

ભરૂચના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને પગલે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી  બે કાંઠે વહી રહી છે. હાલ ઢાઢર નદી 100.90 ફૂટ નજીક વહી રહી છે.ઢાઢર નદીની ભયજનક સપાટી ૧૦૨ છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે.નદી કાંઠાના કાંકરિયા, પૂરસા રાણીપુરા, દાદાપોર, વાસણા, મંજોલા, જુના વાડિયા કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકશાન પહોચ્યું છે.તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીનાં ભાગ રૂપે એસ.ડી.આર.એફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત જગ્યાએ પહોંચવા અપીલ કરવામાં આવી છે.તેમજ સ્થાનિક તલાટીઓને સ્થળ ઉપર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા અને ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ ૭૬, દાદાપોરના ૬૪ તેમજ મંજોલા ગામના ૫ કુલ મળી ૧૪૫ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Latest Stories