અંકલેશ્વરમાં પૂર પ્રકોપના ભયથી ખેડૂતો બન્યા લાચાર,સમય પહેલાં જ કેળાનો પાક ઉતારી લેતા ખેડૂત

ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો

New Update

ભરૂચ નજીક નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિ

કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણીનો ભય

ખેડૂતોએ કેળાનો પાક વહેલા ઉતારી લીધો

ખેડૂતોએ આર્થિક નુકશાન સહન કરવાનો વારો

ગત વર્ષે પૂરના પાણીમાં પાક ધોવાયો હતો

ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલા અને નદીના પૂરના પાણીથી પ્રભાવિત થતા તાલુકાના જુના કાંસીયા ગામના ખેડૂતોમાં પૂર પ્રકોપનો ભય જોવા મળી રહ્યો છે,ગત વર્ષે ઘોડા પૂરથી  ખેતીમાં સહન કરેલી નુકસાની સામે હવે ખોટ ખાઈને પણ કેળા પકવતા ખેડૂતોએ પૂરનું પાણી ફરી વળે તે પહેલા જ કાપણીની કામગીરીમાં જોડાયા હતા.
ભરૂચ જિલ્લા માટે સપ્ટેમ્બર 2023માં નર્મદા નદીમાં આવેલા પૂર પ્રકોપથી ભારે તારાજી સર્જાય હતી.અને ખેડૂતો સહિત પૂરથી પ્રભાવિત થયેલા લોકોએ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો, કહેવાય છે કે "દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે"ની કહેવતને અંકલેશ્વરના ખેડૂતો અનુસરી રહ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેને પગલે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી હતી.અને નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા.જુના કાંસીયા ગામના ખેડૂતો દ્વારા શાકભાજી,કેળા સહિતનો પાક લેવામાં આવ્યો હતો,જોકે અત્ર તત્ર સર્વત્ર ખેતરોમાં નદીના પૂરના પાણીએ જમાવટ કરી છે,અને ખેડૂતના મસ્તક પર ચિંતાની લકીર ઉપસી ગઈ છે.
પૂર સંકટના ભયથી ખેડૂતોએ પોતાના અમૂલ્ય પાક બચાવવા માટે તજવીજ હાથ ધરી છે. આ વર્ષે ફરી નુકસાની વેઠવી નહીં પડે તેવા ભયના ઓથા હેઠળ પૂરની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના ખેડૂતોએ પાકના ઉતારા પહેલા જ જૂના કાંસીયા ગામના ખેડૂતોએ કેળાના પાકની લણણી શરૂ કરી છે.
અને સામે ખોટ ખાઈ વેપારીઓને કેળાનો પાક વેચવા મજબૂર બન્યા છે.ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો હતો,ત્યારે વર્તમાન પૂર સંકટ સામે ખોટ સહન કરીને પણ કેળાના પાકની લલણી કરીને વેપારીને વેચવા માટે તેઓએ મજબુર બન્યા છે.
Read the Next Article

ભરૂચ: સી ડિવિઝન પોલીસે નર્મદા નદી કીનારે જુગાર રમતા 6 જુગારીઓની કરી ધરપકડ, રૂ.38 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુલબીના ટેકરાનીચે નર્મદા નદી કિનારે આવેલાં જાહેર શૌચાલય પાસે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની

New Update
Screenshot_2025-07-11-17-57-14-35_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુલબીના ટેકરાનીચે નર્મદા નદી કિનારે આવેલાં જાહેર શૌચાલય પાસે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી છે. જેના આધારે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં નાસભાગ થઇ હતી. જોકે, ટીમે 6 જુગારિયાઓને ઝડપી પાડ઼યાં હતાં.

જેમાં તેમના નામ જશવંત ગણેશ વસાવા, ઇમરાન ઇકબાલ મન્સુરી, અર્જુન વીનુ ઓડ, હિતેશ કનુ વસાવા, જયંતિ નાનસંગ રાઠોડ તેમજ રોહન રાજેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.પોલીસે જુગારિયાઓની અંગ જડતીમાાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 13 હજારથી વધુની રોકડ તેમજ 5 મોબાઇલ મળી કુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ જુગારિયાઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.